પાકિસ્તાની શરણાર્થી સાથે ભુજથી ભાગેલી યુવતીને તેના પ્રેમી સાથે ભીલડીથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
ભીલડી રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં. એક પરથી શંકાસ્પદ યુવક અને યુવતી બેઠા હતા તેમને ભીલડી રેલવે પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતા યુવક પાકિસ્તાનનો શરણાર્થી અને યુવતી નખત્રાણા તાલુકાની હોવાનું જણાવ્યું હતું અને બન્ને ભુજમાં માર્શલ આર્ટ ટીચર તરીકે કામ કરતા હતા જયાં પ્રેમ પાંગરતા ભાગી છુટયા હતા. આ અંગે પોલીસે તપાસ કરી યુવતીને તેના માતા - પિતાને સોપી હતી જયારે શરણાર્થી યુવકને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ અપાયા હતા.