વઢવાણ તાલુકાના ખોડલિયાદ ગામનો યુવાન તેના મામાના ઘરે ટ્રેક્ટર મૂકવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાઈમાં ખાબક્યું હતું ત્યારે તેની નીચે દબાઈ જતા યુવાનનું કમ કમાટી ભર્યું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. વઢવાણ તાલુકાના ખોડલિયાદ ગામનો યુવાન તેના મામાના ઘરે ટ્રેક્ટર મુકવા માટે જઈ રહ્યો હતોત્યારે ટીંબા અને ગુંદિયાળા ગામની વચ્ચે ટ્રેક્ટર ઉપર ના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અચાનક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ખાઈમાં ખાબકી હતું ત્યારે ટ્રેક્ટર પલટી મારતા તેની નીચે ગામનો યુવાન દબાઈ જવાના કારણે ગંભીર હાલતમાં તેનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે આ ઘટના અંગેની જાણકારી ખોડલિયાદ ગામ જનોને મળતા તાત્કાલિક અસરે ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ હાથ ધરતા યુવાન નું મોત નીપજ્યું હોવાનું પુરવાર થયું હતું. નાના એવા ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતોઅને તાત્કાલિક અસરે જોરાવર નગર પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળે પોલીસ દોડી છે અને તપાસ હાથ ધરી હતી ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ખોડલિયા ગામ ખાતે રહેતા અક્ષય નટુભાઈ ચાવડા નામના યુવાન પોતાના મામાના ઘરે ટ્રેક્ટર આપવા માટે ખોડલિયાદ ગામેથી નીકળ્યા હતા ત્યારે ટીંબા અને ગુંદિયાળા ગામની પાસે ટ્રેક્ટર ઉપરના સ્ટેરીંગ નો કાબુ ગુમાવતા અચાનક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેમાં આ અક્ષય ભાઈ નથુભાઈ ચાવડા નામના યુવાન દબાઈ જવાના કારણે તેમને ગંભીર હાલતમાં ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.