પરિક્રમામાં 3 નાં મોત, 1 નું ગીરનાર સીડી પર
મોત
ગીરનારની પરિક્રમામાં આજે મોડી સાંજ સુધીમાં
4,50,000 ભાવિકો નળપાણીની ઘોડી વટાવી
દીધી છે. એટલેકે, એ પૈકીના મોટાભાગનાએ
પરિક્રમા પૂરી કરી વતનની વાટ પકડી લીધી
છે. જ્યારે થોડા ઘણા હજુ જંગલમાં છે. સામે
એટલાજ ભાવિકો આજે અગીયારસના દિવસથી
પરિક્રમા માર્ગ પર પ્રવેશ્યો છે. અને હજુ લાખો
ભાવિ કોનું જૂનાગઢમાં આગમન ચાલુ છે. આથી
પરિક્રમામાં ભાવિકોની સંખ્યા 10 લાખથી ક્યાંય
વધી જાય એવી પૂરી શક્યતા છે. આજે આખો
દિવસ ગિરનાર રોડ પર લોકોનો માનવપ્રવાહ બંને
તરફ એકસરખો વહેતો રહ્યો હતો. દરમ્યાન આજે પરિક્રમાના રૂટ પર 3 લોકોના મોત
નિપજ્યા છે. જેમાં ઇંટવા ઘોડીથી ભવનાથના
રસ્તે કાંતિભાઇ આત્મારામ સોલંકી (ઉ. 50, રે.
સારંગ, અમદાવાદ) નું વ્હેલી સવારે 3 વાગ્યાના
અરસામાં હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.
ઝીણાબાવાની મઢીથી માળવેલાની વચ્ચે રત્નકાંત
દત્તાત્રેય પાટીલ (ઉ. 61) નામના મહારાષ્ટ્રના
પરિક્રમાર્થીનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયું
હતું. ઝીણાબાવાની મઢીથી આગળ કોઝવેમાં
પડી જતાં માથામાં ઇજાને લીધે એક ભાવિકનું
મૃત્યુ થયું હતું. જ્યારે મોડી સાંજે 8 વાગ્યે
ગીરનારની નવી સીડી પર 3400 પગથિયેથી
રામચંદ રામાનંદી (ઉ. 50, રે. કામરેજ, સુરત) નું
હાર્ટ એટેકથી મોત થયું હતું.
વિખુટા પડેલા 22 યાત્રિકોનું પરિવાર સાથે મિલન
ગિરનારની લીલી પરિક્રમા કરવા લાખ્ખોની
સંખ્યામાં આવેલા ભાવિકો પૈકી 22 યાત્રિકો
પરિવારથી વિખુટા પડી ગયા હતા. આ અંગેની
જાણ થતા મનપા સંચાલિત દત્તચોક માહિતી
કેન્દ્ર દ્વારા શુક્રવાર સવારના 8 થી રાત્રિના 7:45સુધી માઇકમાં સતત એનાઉન્સમેન્ટ કરી તમામ
22 યાત્રિકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું
હોવાનું મનપાના ડીએમસી જયેશભાઇ વાજાએ
જણાવ્યું હતું.