બનાસકાંઠા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલે ૪ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્ય

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતા તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે.

દારૂનો ધંધો કરનારા ૪ જેટલાં બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ ના કાયદાની કલમ-૩ (૧) (પાસા) હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે તેમ કલેકટર કચેરી, પાલનપુર દ્વારા જણાવાયું છે.