આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું......

.! મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા મતવિસ્તારની મુલાકાત અને સરકારી વાહનનો ઉપયોગ કરવા બાબતે નિયંત્રણ લાદવામાં આવ્યા છે. કુદરતી આપત્તિ સિવાય કે કટોકટીની ઉપસ્થિત સહિતના સંજોગોમાં મંત્રી, મુખ્યમંત્રી રાહત કાર્ય ઉપર દેખરેખ રાખવા પ્રવાસ કરે તો આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાશે નહીં. આ સિવાય કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રી વગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અર્થે સરકારી વાહનનો ઉપયોગ કરવા બાબતે કેન્દ્ર સરકારની વિગતો વખતની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોઈપણ સંસ્થાઓના વાહનો ચૂંટણી પંચ પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ કોર્પોરેશન કે બિન સરકારી પદાધિકારીઓ છે, ચૂંટણી સંબંધી કામગીરી સાથે સંકળાયેલા છે તેમની સાથે બેઠક કરી શકશે નહીં તેમજ ગાંધીનગર સહિત અન્ય સ્થળ બેઠક કરવા માટે પણ બોલાવી શકશે નહીં. આવું કરનાર અધિકારી સામે શિસ્ત ભંગ સહિતના પગલા લેવાશે. રાજ્ય સરકાર સિધ્ધીઓના અને પ્રચારમાં રાજય સરકારના નાણાનો,લોન માડવાણ કરવા જેવી બાબતોની મુદત વધારી શકશે કે નહીં માફ કરી શકશે પણ નહીં. રાજકીય સમાચારોને સિદ્ધિઓના પ્રચાર પ્રસારમાં સરકારી નાણાનો ઉપયોગ કરી શકાશે નહીં. ચૂંટણી સભાઓ યોજવામાં મેદાન અને હેલીપેડ કેટલીક શરતોને આધીન ઉપયોગ કરી શકાશે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામા શાળા કોલેજના શૈક્ષણિક સમય પત્રને અસર થવી જોઈએ નહીં. તેમ જ આ માટે અગાઉથી મંજૂરી લેવી પડશે. સરકાર વેબસાઈટ ઉપરથી પ્રચારાત્મક વિગતો દૂર કરવાની રહેશે, સરકારી કે જાહેર મકાનોમાં વડાપ્રધાન મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોના ફોટાગ્રાફ ઓફ કેલેન્ડર સહિતના ચિત્ર પ્રદર્શિત કરી શકાશે નહીં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવા તથા સરકારી યોજનાના અમલ અને પ્રગતિની સમીક્ષા કરી શકાશે નહીં. કુદરતી કે માનવસર્જિત આપત્તિની સ્થિતિમાં અસરગ્રસ્તોને ચૂંટણી આયોગની પૂર્વ મંજૂરી સિવાય કોઈપણ જાતની સહાય આપી શકાશે નહીં આ ઉપરાંત z+ કેટેગરીની સુરક્ષા ધરાવતા રાજકીય નેતાઓને રાજ્યના અતિથિગૃહ વિશ્રામ ગૃહ અથવા જાહેર શાસન વિશ્રામ ગૃહમાં અગાઉથી રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકાર રહેવા માટે રૂમની ફાળવણી કરી શકાશે. આદર્શ આચારસંહિતાના અમલમાંથી મુક્તિ મેળવવા માટે સચિવાલયના વિભાગો મારફતે કરવામાં આવતી દરખાસ્ત બાબતે સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાના પગલે આગામી તારીખ 28-2 -2023ની સ્થિતિએ છેલ્લા ચાર વર્ષ કે ત્રણ તેથી વધુ સમય એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓની બદલી કરવાના હુકમ કરવામાં આવ્યા છે. કોઈ બદલીના હુકમ કરવાના થાય તો ચૂંટણી પંચની મંજૂરી લેવી ફરજીયાત છે.