સુરતમાં કુલ 47, 39201 મતદારો નોંધાયા, 18. 8% જેટલા નવા મતદારો, સોશિયલ મીડિયા પર વોચ રાખવા અલગ ટીમ.
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ગઈ છે. જિલ્લા કલેકટર દ્વારા પણ હવે ચૂંટણીલક્ષી પ્રક્રિયા માટે શરૂ કરી દેવાય છે. સુરત જિલ્લામાં કુલ 21000 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાઓમાં કામ લાગશે. ચૂંટણી કમિશન દ્વારા સતત નવા મતદારોને સમાવેશ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે નવા મતદારોને જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં કુલ 7, 25, 840 કરતાં વધારે મતદારો નવા ઉમેરાયા છે. કુલ મતદારોમાં 18. 8% જેટલો વધારો થયો છે. સૌથી વધુ 84 અને કામરેજ વિધાનસભા બેઠકમાં મતદારો ઉમેરાયા છે. સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડે તેના માટેની કામગીરી કરવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 526 જેટલા લોકેશનો નક્કી કરવામાં આવ્યા છે. જેને સંવેદનશીલ માની શકાય તેમ છે. ઉધના વિધાનસભા બેઠકને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે. મતદાન મથકો પૈકી 2632 મતદાન બેઠકો ઉપર લાઈવ પ્રક્રિયા જોઈ શકાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક વિધાનસભા દીઠ સાત મહિલાઓ માટેના બુથ હશે. જેમાં સમગ્ર સ્ટાફ મહિલાઓને રાખવામાં આવશે. વિધાનસભા દીઠ એક દિવ્યાંગો માટેનું બુથ ઊભું કરવામાં આવશે.