સુરત શહેર ની લાજપોર જેલમાં ગેંગવોરનો મામલો સામે આવ્યો.

સુરત જેલમાં ગેંગવોર બાદ ખુંખાર આરોપીઓને અન્યત્રે શિફ્ટ કરાયા.

સલમાતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો, માથાભારે સાગર ઉર્ફે મન્યાની વડોદરા જેલમાં બદલી કરાઈ સુરત શહેરમાં સતત ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસનો કોઈ ભય ન હોય તેમ જુદા-જુદા વિસ્તારોમાં પોતાની ધાક જમાવવા અનેક ગેંગ સુરતમાં સક્રિય થયેલી છે. જોકે આ ગેંગના અનેક આરોપીઓને પોલીસ ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે. પરંતુ આ આરોપીઓ હવે જેલમાં પણ મારામારી-દાદાગીરી કરતા હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતી લાજપોર જેલમાં તાજેતરમાં ગેંગવોરની ઘટના બની હતી. જેને પગલે ત્રણ જેટલા આરોપીઓની જેલ બદલાઈ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસા હાલ સુરતની લાજપોર જેલમાં 9 જેટલી ગેંગના અંદાજિત 40 આરોપીઓ ગુજસીટોક હેઠળ બંધ છે. પરંતુ આ રીઢા ગુનેગારો જેલમાં પણ આતંક મચાવી રહ્યા છે. જેને પગલે લાજપોર જેલ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેલ તંત્ર દ્વારા સલમાતીને ધ્યાનમાં રાખીને ત્રણ માથાભેર આરોપીઓની જેલ બદલી કરવામાં આવી છે. જેમાં સાગર ઉર્ફે મન્યા,  દયાવાન ઉર્ફે બંટી અને કૈલાશ ઉર્ફે કેલીયાની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોની ક્યાં બદલી કરાઈ

(1) માથાભારે સાગર ઉર્ફે મન્યાની વડોદરા જેલમાં બદલી

(2) દયાવાન ઉર્ફે બંટીની અમદાવાદ જેલમાં બદલી

(3) કૈલાશ ઉર્ફે કેલીયાની રાજકોટ જેલમાં બદલી

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મીંડી ગેંગના સભ્યોની પણ જેલ બદલી કરવામાં આવી હતી. તેમજ આરોપી ટપોરી સાજુ કોઠારીની પણ પોરબંદર જેલ બદલી અગાઉ કરાઈ હતી. આ આરોપીઓ જેલનો મહોલ ન બગાડે અને એક બિજાને નુકસાન ન પહોંચાડે તે માટે લાજપોર જેલ તંત્ર દ્વારા તેઓની જેલ બદલી કરવામાં આવી છે.