સુરત શહેર માં સ્વચ્છતાને લઈને ગુજરાતની સ્કુલ દેશમાં પ્રથમ, સુરતની શાળા દેશમાં 28માં નંબર પર.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુરતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હીમાં સ્વચ્છ સ્કુલ પુરસ્કાર માટે પસંદ કરાયેલી શાળાઓને પુરસ્કાર આપશે. જેમાં સ્કૂલોના મુખ્ય શિક્ષક કે વોર્ડન અને બાળ સંસદના સભ્યોનું સન્માન કરવામાં આવશે. ભારત દેશમાં ગુજરાત રાજ્ય 10 સ્કૂલ સાથે પહેલા નંબર પર છે. જેમાં સુરતની ધી રેડિએન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ દેશમાં 28માં નંબર પર છે.
નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ 2021-22ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા સ્વચ્છ સ્કુલ પુરસ્કારની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતનીની 10 સ્કુલોને રાષ્ટ્રીય સ્વચ્છ સ્કૂલો પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની 26 શાળાઓમાં કેન્દ્રીય ટીમ, દિલ્હી દ્વારા છ મુખ્ય વિષયોના 39 મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કુલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ત્રણ સ્કુલોને રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી.