સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ અનેક અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું છે.
આજે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ અનેક અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું છે. જેની આતુરતાથી રાહ જોવાની હતી તે તારીખોની જાહેરાત થતા જ હવે સૌ કોઈ ઉમેદવારોના નામની જાહેરાત ઉપર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એ વચ્ચે સૌથી મહત્વની બાબતે ધ્યાનમાં આવી છે કે, ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો જોવા મળી રહ્યો છે. જ્યારે ટિકિટ માટે લોબિંગ વધારી દેવામાં આવ્યું છે.