સુરત શહેર ની કાપડ માર્કેટમાં સાવલિયા દંપતિનું કરોડોમાં ઉઠમણું, વેપારીઓ દોડતા થયા.

સુરતની કાપડ માર્કેટમાં સાવલિયા દંપતિનું કરોડોમાં ઉઠમણું, વેપારીઓ દોડતા થયા

સુરત રિંગરોડ મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૨માં ભૌતિક ટેક્ષટાઈલ પ્રા,. લિના નામે ધંધો કરતા સાવલીયા દંપતિએ અનેક વેપારી પાસેથી કુલ રૂપિયા 1. 50 કરોડનો ડાઈડ કાપડનો માલ ખરીદ્યા બાદ નિયમ કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવી દુકાનને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા. સાવીલાય દંપતિ એ ઉઠમણું કરતા અનેક વેપારીઓના નાણા ફસાયા છે. પોલીસે ભોગ બનેલા વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દંપતિ રાતોરાત ઉઠમણું કરી ફરાર

માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરેલા સમયમાં સાવલીયા દંપતિએ પેમેન્ટ નહી ચુકવતા અંકુર સહિતના વેપારીઓએ પેમેન્ટની ઉઘરાણી કરી હતી. જેથી શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા બાદ રાતોરાત ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. દંપતિએ દુકાનને તાળા મારી મોબાઈલ બંધ કરી નાસી ગયા હતા. દંપતિએ ઉઠમણું કયું હોવાનુ બહાર આવતા વેપારીઓ દોડતા થઈ ગયા હતા. બનાવ અંગે અંકુર મહેતા નામના વેપારીની ફરિયાદનાં આધારે પોલીસે સાવલીયા દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.