જુનાડીસા ગામે મોરબીની દુર્ઘટનાના સદગત આત્માઓ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો 

એકતા ની મસાલ તરીકે જાણીતું ડીસા તાલુકાના જુનાડીસા ગામે ગુજરાતના મોરબી શહેરમાં બનેલી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાનો જાન ગુમાવ્યો સાથે સાથે અસંખ્ય લોકો ઘાયલ થયા અને સમગ્ર ગુજરાત આ દુર્ઘટનાથી હચમચી ગયેલ ત્યારે સદગત આત્માઓને શાંતિ અને સ્વર્ગમાં વાસ મળે, ઘાયલ થયેલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો જલ્દીથી જલ્દી સાજા ને સ્વસ્થ થાય અને અકાળે આવી પડેલી આ આફતમાં પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તે પ્રાર્થના સાથે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જુનાડીસા સર્વ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા