ભુજના વોર્ડ નંબર ૧૧ ખાતે આવેલ અરિહંતેશ્વર મહાદેવ મંદિરએ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે મોરબી દુઘટર્નામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તાજેતરમાં મોરબીમાં આવેલ મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી તેમાં નાગરિકો મોતને ભેટયા હતા. તેમની આત્માને શાંતિ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે ત્યારે વોર્ડ નંબર ૧૧ ખાતે આવેલ અરિહંતેશ્વર મહાદેવ મંદિર પ્રમુખસ્વામી નગર ગેટ નંબર ૧ ખાતે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે સાથે સૌ મહાનુભાવોએ પ્રાર્થનાસભામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.