તારીખ ૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ અમદવાદ શહેર ટ્રાફિક મા.D.C.P સફીન હસન ( I.P.S ) દ્વારા અમદાવાદ શહેર ના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા તમામ ACP, P.I, P.S.I, હે.કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એલ.આર.ડી, હોમગાર્ડ, T.R.B અને નવ નિયુક્ત T.R.B જવાનો ની અમદાવાદ પૂર્વ ના ટ્રાફિક પોલીસ ની કામગીરી માં સુધાર કરવા સાથે વાહન ચાલકો જો ટ્રાફિક નિયમો નું યોગ્ય રીતે નું પાલન ના કરે તો પોસ્ટ ઉપર હાજર જવાબદાર અઘિકારી દ્વારા કાયદેસર કાર્યવાહી અને જોગવાઇ મુજબ મેમો આપી દંડ કરવા બાબતે ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે, 

વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે તારીખ ૧લી નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૭:૦૦ કલાકે અને બપોરે ૩:૦૦ એમ બંને પાલીના ટ્રાફિક કર્મચારીઓ માટે ખાસ ટ્રાફિક ની કામગીરી બાબતે એક સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું, 

અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે ની સમાન્ય સભા નો મુખ્ય હેતુ અમદાવાદ શહેર નું ટ્રાફિક નું યોગ્યતાથી નિયમન થાય અને ટ્રાફિક નું ભારણ ઓછું કરવા માટે ની ખાસ સુચનાઓ અને દિશા નિર્દેશ અને ખોટી રીતે ટ્રાફિક પોલીસ ને બદનામ કરતા અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવા બાબતે આ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુંધી જે ચાલતું આવ્યું છે જે નવ નિયુક્ત ટ્રાફિક D.C.P ના નેતૃત્વ હેઠળ એક ખાસ મિશન "# હવે નહી ચાલે" ના નામ થી ટ્રાફિક પોલીસ સિંઘમ બની અમદાવાદીઓ ને એક્શન મોડ માં જોવા મળે તો નવાઈ નહીં, 

મા.DCP સફીન હસન ( I.P.S ) ના સાથી કર્મચારીઓ ને જણાવ્યા મુજબ અમદાવાદમાં જો કોઈ વાહન ચાલાક, ભયજનક, રોંગ સાઈડ, ઓવર લોડીંગ, ગેરકાયદેસર પાર્કિંગ કે અન્ય ગુનામાં હોય અને તેમને પુરાવા સાથે રોકવા અને જો રોકેલ ફરજ ઉપર ના ટ્રાફિક કર્મચારી સાથે કોઈ વાહન ચાલાક ગેરવર્તણૂક, દમ દાટી કે અસભ્ય વર્તન કરે અથવા ટ્રાફિક કર્મચારી સાથે મોટાભા ઓ ની ભલામણ કરાવતા હોય એવા વાહન ચાલકો ને મેમો અને દંડ ની પ્રક્રિયામાં અગ્રીમતા અને પ્રાથમિકતા આપવામાં આવે એ સલાહ ભરેલું રહશે,

અમદાવાદ શહેરના ટ્રાફિક ની સંપૂર્ણ માહિતી થી જાણકાર યુવા D.C.P ની ટ્રાફિક કર્મચારી ઓ દ્વારા થતી તમામ કામગીરી ઉપર સતત ચાંપતી નજર રાખતાં આ અધિકારી પોતાના જ સાથી ટ્રાફિક કર્મચારી જો ફરજ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવશે કે મોટી ફરજ ચૂક થશે તો ટ્રાફિક કર્મચારી પણ દંડાશે એમાં કોઈ બે મત નહીં રહે કે કોઈ શરમ નહીં ભરવામાં આવે અને ટ્રાફિક કર્મચારી વિરૂદ્ધ યુવા D.C.P દ્વારા સખત પગલાં ભરવામાં આવશ અને જો અન્ય કોઈ તકલીફ હશે ટ્રાફિક કર્મચારી ને તો સમગ્ર ટ્રાફિક પોલીસ વિભાગ એની સાથે પરિવાર ની જેમ ખડે પગે ઊભા રહેશે,

ખરેખરમાં અમદાવાદીઓ શાન માં સમજી જશો તો ઠીક બાકી મા.DCP સફિન હસન નું સંબોધન અને મીશન "# હવે નહીં ચાલે " સાંભળ્યા પછી એવું લાગે છે કે ટ્રાફિક કર્મચારી ઓ કાયદો હાથમાં લીધા વગર કાયદા નો પાઠ ચોકકસ ભણાવશે આ અમદાવાદીઓ ને જે ટ્રાફિક ના નિયમો નું છડે ચોક ઉલ્લંઘન કરે છે.