ડીસામાં ગઈકાલે મોડી સાંજે ગેરકાયદેસર પશુઓનું ચામડું ભરીને એક પીકપ જીપ ડાલુ જઈ રહ્યું હતું જેની બાતમી જીવદયા પ્રેમી ઓ ને મળતા જીવ દયા પ્રેમીઓએ ડીસાના બનાસ પુલ પાસે વોચ ગોઠવી ઉભા હતા. તે દરમિયાન ધાનેરા તરફથી એક શંકાસ્પદ જીપડાલુ આવતા તે ગાડીને ઉભી રખાવી તપાસ કરતાં તેમાં પશુઓનું ચામડું ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસે પ્રાથમિક તપાસ કરતા જીપડાલુ ધાનેરાથી ચાણસ્મા તરફ જઈ રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે જીપડાલા ચાલકને પોલીસ મથકે લઇ જઈ વધુ તપાસ હાથ ધરાઈ હતી.