ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , આજરોજ તા .૦૨ / ૧૧ / ૨૦૨૨ ના શરૂ રાત્રિના બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , એક સફેદ કલરની બોલેરો પીકઅપ રજી નં . GJ - 07 - YZ - 2595 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કુકાવાવથી બગસરા તરફ જાય છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમ નવા વાઘણીયા ગામે વોચમાં રહી , એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ , પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . → પકડાયેલ આરોપીઃ ( ૧ ) જયરાજભાઇ રાવતભાઈ બસીયા ઉ.વ .૩૫ રહે.સુરગપરા , કુષ્ણનગર , વડીયા તા.વડીયા , જિ.અમરેલી → પકડવાના બાકી આરોપી : ( ૨ ) જયેન્દ્રભાઇ જીલુભાઇ બસીયા રહે.અમરનગર , તા.જેતપુર , જિ.રાજકોટ ( ૩ ) ગૌતમભાઇ મોડા રહે.ચલાલા પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૭૫૦ એમ.એલ.ની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૧૯૫ કિ.રૂ .૩,૫૮,૫૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં.રૂ. ૫,૦૦૦ / - તથા બોલેરો પીકપ ગાડી રજી.નંબર GJ - 07 - YZ - 2595 કિ.રૂ .૪,૦૦,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૭,૬૩,૫૦૦ / - નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

 રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.