ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે સત્તાવીસ કડવા પાટીદાર સમાજ દ્વારા સાતમા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેરવાડા ગામના તલાટીક્રમમંત્રી અલ્પેશ પટેલ દ્વારા સ્થળ પર જ મેરેજ સર્ટીફીકેટ સાથે રૂપિયા એક હજાર દરેક દીકરીને આપ્યા હતા.

લગ્ન સ્થળે જ મેરેજ સર્ટિફિકેટ વિતરણ કરાયા
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે સત્તાવીસ કડવા પાટીદાર સમાજ દ્વારા સાતમા સમૂહલગ્નનું આયોજન કરાયેલ હતું. જેમાં નવ વર-કન્યાએ અગ્નિની સાક્ષીમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન વિધિ બાદ તલાટી અલ્પેશ પટેલ(ગામ-વરવાડા) દ્વારા દરેક દીકરીને રૂ.1000 રોકડ ભેટ તથા લગ્ન સ્થળે જ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા. ઉપરાંત રાજ્ય સરકારની કુવારબાઈ મામેરું યોજના તથા તેમાં જરૂરી ડોક્યુમેન્ટ વિશે સમજ આપી લાભ લેવા અંગે ટૂંકી સમજ આપેલ હતી. સમૂહ લગ્ન સમિતિ દ્વારા આવું ઉમદા કાર્ય બદલ તલાટી અલ્પેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.