તમે કોઈ પણ મંદીરમાં દર્શન કરવા જાવ તો તમને ગર્ભગૃહમાં સિંહાસન પર મુર્તી આરૂઢ થયેલી જોવા મળશે.પણ વીરપુરમાં જલારામબાપાના મંદીરમાં તમને મુર્તીના સ્થાને એક વિદેશી ફોટોગ્રાફરે ખેંચેલી જલારામબાપાની તસવીરને મોટી બનાવેલી તસ્વીર દર્શન માટે મુકવામાં આવી છે
રાજકોટથી લગભગ 53 કિલોમીટર દુર આવેલું વીરપુર દુનિયાભરમાં જાણીતું બન્યું છે .તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં વીરપુર નામના 10 થી વધુ ગામ આવેલા છે પણ નાનકડું વીરપુર ગામ જલારામ બાપાને કારણે આસ્થાનું ધામ બની ગયું છે
સોરાષ્ટ્રની ધરતી આમ પણ સંતો શુરવીરો અને દાતારોની ભુમી છે વીરપુર બગદાણા તુલસીશ્યામ સતાધારના સંતો સામે નતમસ્તક થઈ જવાય છે
જલારામબાપા લોહાણા પ્રધાન ઠક્કર અને રાજબાઈ ઠક્કરને ત્યાં જન્મેલા હોવાથી લોહાણા સમાજ જલારામબાપાને આરાધ્ય દેવ તરીકે માને છે
વીરપુરમાં દર્શન કરવા આવનાર તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાહના શોખીનો માટે ચાહની કીટલી સતત ફરતી રહે છે
જલારામબાપાનું મંદીર આલીશાન નથી પણ સંતના ધામ જેમ સરળ છે જલારામબાપા બચપણથી જ સાધુ સંતોની સેવા કરતા હતા સેવા કરતા હતા પછી કોઈને પણ જમ્યા વગર જવા દેતા નહોતા આથી પિતાજીએ કંટાળીને વીરબાઈ સાથે જલારામબાપાના માત્ર 16 વરસની ઉંમરે લગ્ન કરાવી દીધા લગ્ન પછી પત્ની વિરબાઈનો સાથ સહયોગ મળતા જલારામબાપાને રાહત થઈ.
જમાલ નામના વેપારીનો દીકરો ખુબ માંદો પડતા તેમના દીકરાને જલારામબાપા સારો કરી દે તો 40 મણ અનાજ આપવાની માનતા લીધી હતી દીકરો સારો થઈ જતા જમાલભાઈએ 40 મણ અનાજ મોકલી આપ્યું હતું
9 મી ફેબ્રુઆરી 2000 થી દાન લેવાનું બંધ કરનાર એક માત્ર મંદીર છે છતાં આજની તારીખમાં પણ કન્ટેનર અને ટેન્કર ભરી ભરીને અનામી દાન આવ્યા જ કરે છે જે પણ બાપાનો ચમત્કાર જ કહી શકાય.
જલારામબાપાની પરીક્ષા લેવા ખુદ ભગવાન એક વખત વૃદ્ધ સંતનું રૂપ લઈ આવ્યા વૃદ્ધ સંત જલારામબાપાના દરવાજે આવી પોતાની સેવા કરવા બાપાની પત્ની વિરબાઈને દાનમાં આપી દેવાની માંગણી કરી.બાપાએ પત્ની સાથે મસલત કરી પત્નીએ મંજૂરી આપતા બાપાએ પત્ની વીરબાઈને વૃદ્ધ સંતની સેવા કરવા મોકલી આપ્યા .વૃદ્ધ સંત ગામના પાદરે જઈ વીરબાઈને તેમનો દંડો અને ઝોળી આપી કહ્યું તમે થોડી વાર ઉભા રહો હું થોડી વારમાં આવ છું.પછી સંત પાછા ના ફરતા વીરબાઈ દંડો અને ઝોળી લઈ ઘરે પાછા ફર્યા બાપાના મંદીરમાં આ ઈશ્વરની ભેટ આ દંડો અને ઝોળી આજે પણ જોવા મળે છે
આજે તમને દરેક નાના મોટા શહેરોમાં જલારામ બાપાના મંદીર જોવા મળે છે વિરપુરથી શરૂ કરેલી સેવાની સુવાસ આજે દેશવિદેશમાં ફેલાઈ ગઈ છે
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત