મોરબીમાં દુઃખદ ઘટના બનતા ભલભલાના

કાળજા કંપી ગયા હતા. મચ્છુ નદી પરનો પુલ

તૂટતા લોકો પાણીમાં ગરકાવ થયા હતા અને

અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે રાજ્યના

મુખ્યમંત્રી સહિતનો કાફલો ગઈકાલે રાતથી જ

મોરબી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે

લોહાણા સમાજના અગ્રણી અને જૂનાગઢના ડે.

મેયર ગિરીશ કોટેચા પણ મોરબી ઘટનાસ્થળ પર

પહોંચ્યા હતા.  મોરબી પુલ દુર્ઘટનામાં અનેક લોકો અકાળે મોતને

ભેટ્યા

મોરબીમાં અઘટિત ઘટના બની તે બાદ કેન્દ્ર

તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક સહાય જાહેર

કરવામાં આવી છે. સરકારી આંકડા મુજબ

અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હાલમાં

મોરબી સ્મશાનમાં પણ લાંબી લાઈનો લાગી

છે. આ ખરાબ પરિસ્થિતિમાં રઘુવીર સેનાના

અગ્રણીઓ પણ આ તમામ પરિવારો પર આવેલી

આફતમાં સાથે ઉભા રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના

રઘુવીર સેનાના પ્રમુખ અને જૂનાગઢના ડેપ્યુટી

મેયર ગીરીશ કોટેચા પણ મોરબી ઘટનાસ્થળે

પહોંચ્યા હતા. તેમજ ભોગ બનનારના પરિવારને

મળી સાંત્વના પાઠવી હતી. સૌથી વધુ મહિલાઓ અને બાળકોના મોત

નીપજ્યાં

રવિવારની સાંજે મોરબીની જે અઘટિત ઘટના

બની તેમાં સૌથી વધુ મૃત્યુ મહિલાઓ તથા

બાળકોના થયા છે. ત્યારે આ ઘટનાના ઘેરા

પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. ગુજરાત

સરકાર સતત ભોગ બનનારાની સાથે ઉભી હોય

તે રીતના દ્રશ્યો ગઈકાલ રાતથી સામે આવ્યા

હતા. ત્યારે હાલમાં સમગ્ર દેશમાંથી લોકો

અવસાન પામનારા સૌ કોઈને શ્રદ્ધાંજલિ પાઠવી

રહ્યા છે. ઝૂલતા પુલની દુર્ઘટનાના સીસીટીવીએ કંપારી

છુટાવી દીધી

મચ્છુ નદી પર બનેલા ઝૂલતા પુલ પર જે પ્રકારે

ઘટના બની તેના સીધા દ્રશ્યોના સીસીટીવી સામે

આવતા જોનારા લોકોને પણ કંપારી છૂટી ગઈ

હતી. પુલ પરથી નીચે ખાબકતા સીધાં 20થી

25 ફૂટ ઊંડા પાણીમાં બાળકો, મહિલાઓ અને

પુરુષો ગરકાવ થઈ ગયા હતા. લોહાણા સમાજના મોટાભાગના લોકો બચાવ

કાર્યમાં જોડાયા હતા

સરદાર પટેલની જન્મજયંતિ અને જલારામ

જયંતિ પણ હતી. તેથી લોહાણા સમાજ દ્વારા

આ જયંતિની ઉજવણી માટે ધામધૂમપૂર્વક

તૈયારી કરવામાં આવી હતી. પરંતુ રવિવારની

ઘટનાને પગલે જૂનાગઢ સહિત દરેક જગ્યાએ

ધામધુમપૂર્વક ઉજવણી મોકૂફ રાખવામાં આવી

હતી અને લોહાણા સમાજના મોટાભાગના લોકો

બચાવ કાર્યમાં પણ જોડાયા હતા. ત્યારે આજે

જૂનાગઢ મહાનગરપાલિકાના ડે. મેયર અને

સૌરાષ્ટ્ર-કચ્છના લોહાણા સમાજના પ્રમુખ એવા

ગીરીશ કોટેચા એ મોરબી ઘટના સ્થળે સરકારની

બચાવ કામગીરી જે જગ્યા એ ચાલતી હતી. ત્યાં

પહોંચી અને આ અ ઘટિત ઘટનામાં જે પરિવાર

ભોગ બન્યો છે. તેને સાંત્વના પાઠવી હતી.