ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની હવે ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષે ગુજરાતની તમામ બેઠક પર પ્રથમવાર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી એક બાદ એક ઉમેદવારાની યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે આપ દ્વારા ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરવામાં આવી છે. આપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આંદોલનકારી યુવરાજસિંહ જાડેજા દહેગામથી ચૂંટણી લડવાના છે.
આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલી યાદી અનુસાર દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા, એલિસબ્રિજ બેઠક પરથી પારસ શાહ, નારણપુરા બેઠક પરથી પંકજ પટેલ, મણીનગર બેઠક પરથી વિપુલ પટેલ, ધંધૂકા બેઠક પરથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા, અમરેલી બેઠક પરથી રવિ ધાનાણી, લાઠી બેઠક પરથી જયસુખ દેત્રોજા, રાજુલા બેઠક પરથી ભરત બલદાણીયા, ભાવનગર પશ્ચિમ બેઠક પરથી રાજુ સોલંકી, માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણ, જેતપુર(છોટા ઉદેપુર) બેઠક પરથી રાધિકા રાઠવા, ડભોઈ બેઠક પરથી અજીત ઠાકોર, વડોદરા શહેર બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકી, અકોટા બેઠક પરથી શશાંક ખરે, રાવપુરા બેઠક પરથી હિરેન શિરકે, જંબુસર બેઠક પરથી સાજીદ રેહમાન, ભરૂચ બેઠક પરથી મનહર પરમાર, નવસારી બેઠક પરથી ઉપેશ પટેલ, વાંસદા બેઠક પરથી પંકજ પટેલ, ધરમપુર બેઠક પરથી કમલેશ પટેલ, પારડી બેઠક પરથી કેતન પટેલ અને કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિતનું નામ જાહેર કરવામાં આવ્યું છે.