શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય. જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અંગે ડ્રાઇવ આપેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી તાલુકા ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૪૯૭/૨૦૨૨ IPC ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ મુજબના કામે સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં બે માસથી નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને અમદાવાદ હાટકેશ્વર રોડ , ભાઇપુરા વિસ્તાર માંથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ . આ કામે આગળની કાર્યવાહી થવા સારૂ મજકુર ઇસમ તથા ભોગબનનારને અમરેલી તાલુકા પો.સ્ટે . ખાતે સોંપી આપેલ છે. પકડાયેલ કેદી : વિજય મેઘજીભાઇ ભોજવીયા ઉ.વ.૨૫. ધંધો- મજુરી,રહે.સુરત,કાપોદ્રા વિસ્તાર, કૃષ્ણનગર ઝુપડપટી, મુળ-ધાર પીપળા, તા.રાણપુર, જી.બોટાદ, હાલ - અમદાવાદ,હાટકેશ્વર રોડ,ભાઇપુરા . ગુન્હાની વિગતઃ આ કામે મજકુર આરોપીએ આશરે બે માસ પહેલા આ કામના ભોગબનનારને બદઇરાદે અપહરણ કરી ગુન્હો આચરેલ અને આજદિન સુધી ફરાર રહેલ . આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના જોડાયેલ હતા. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं