સુરેન્દ્રનગરમાં દિવાળી પર્વ નિમિત્તે કોઇ પણ અકસ્માત કે આગના બનાવને પહોંચી વળવા માટે 108 વિભાગની ટીમો તૈનાત કરાઈ હતી. જે 24 કલાક લોકોને સારવાર અને અકસ્માત બનાવો પહોંચી વળવા કાર્યવાહી કરી હતી.સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 3 દિવસ દરમિયાન જિલ્લાના 211 દર્દીને 108 ટીમે સમયસર સારવાર પૂરી પાડી હતી.સુરેન્દ્રનગર જિલ્લાની જનતા દિવાળી પર્વને લઇ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ દરમિયાન અકસ્માત, દાઝવાના, પડી જવાથી વાગવાના સહિતના બનાવો બનતા હોવાની ઘટનાઓ સામે આવતી હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભરમાં 19 એમ્બુલન્સ સાથે ઇએમટી, ડ્રાઇવર સહિત 70થી વધુનો સ્ટાફ તહેવારોનાં પર્વેને લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે 108ની એમ્બુલન્સ સાથે ખડેપગે રાખવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટીવ ભાર્ગવ મોરડીયાએ જણાવ્યું કે જિલ્લામાં દિવાળી પર્વના આસપાસના દિવસોમાં ઇમરજન્સી કેસો વધી જતા હોય છે.આથી ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈયાર રખાઈ હતી. આ વર્ષ 3 દિવસમાં જિલ્લામાં 108 ટીમને પેટમાં દુખાવાના, એલર્જીનો, શ્વસન તકલીફ, હ્રદય રોગના, આંચકીના, તાવના, ગર્ભાવસ્થાને સંબંધિત તકલીફના, અકસ્માતના એમ કુલ 211 બનાવ સામે આવ્યા હતા. જિલ્લામાં અકસ્માતો અને દાજવાના ગત વર્ષના આંકડા સાથે જોઇએ તો આ વર્ષ અકસ્માતના બનાવો ઓછા નોંધાયા છે. ગત વર્ષ 228 અકસ્માતના બનાવ સામે આવ્યા હતા. જેની સામે આ વર્ષ 124 અકસ્માતના બનાવ 108 ટીમે લોકોની મદદ કરી હતી.