હાલમાં સૌરાષ્ટ્ર ભરમાં હાહાકાર મચ્યો છે અને સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી ગામમાં અચાનક જ નવો બનાવેલો અને તાજેતરમાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું એવો જુલતો પુલ અચાનક જ તૂટી પડતા 300 થી 400 લોકો આ પુલ ઉપર મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ આ પુલ ધરાસાઈ થતાં તમામ લોકો મચ્છુ નદીમાં ખાબકીયા હતા અને હાલમાં અંદાજિત 120 થી વધુ લોકો તો મોતને ભેટીયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ દુર્ઘટના માં શોક વ્યક્ત કરતા પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી તાત્કાલિક મોરબી ખાતે પહોંચ્યા છે અને આ ઘટનામાં ખબર અંતર પૂછવામાં આવ્યા છે તેમજ જરૂરિયાત જણાય ત્યાં સારવાર અંગેની વ્યવસ્થા કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું અને ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં તાત્કાલિક અસર કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે અને હાલમાં નિર્દોષ બાળાઓ અને બાળકો જે બચી ગયા છે તેમના મોઢા ઉપર સ્મિત વર્તાઈ રહ્યું છે.ત્યારે હાલમાં તમામ પ્રકારની સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને જ્યાં જ્યાં જરૂરિયાત જણાય તેવા વ્યક્તિઓને મદદ કરવા માટેની પણ હાલમાં કોંગ્રેસના પાટડી દસાડા તાલુકાના ધારાસભ્યએ ખાતરી આપી છે ત્યારે આ દુ:ખદ ઘટના માટે જવાબદાર લોકોને કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી પણ માંગ કરી છે.