સાવલી ગામના 20 વર્ષે યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
વસિમ મેમણ તિલકવાડા
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના સાવલી ગામના પ્રીતેશભાઈ રાજુભાઈ ભીલ ઉંમર વર્ષ 20 નાઓ તારીખ 29/10/2022 ના રોજ બપોરના 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સાવલી ગામની સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્દી ભાનમાં હોવાનું જાણવા મળેલ છે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની ટૂંકી સવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે અને હાલ દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસની થતા તિલકવાડા પોલીસે જાણવા જોગનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી જાય