સપ્ટેમ્બર-૨૦૨૧ માં સ્ટેટ જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા રાજ્યમાં મોટા
પાયા પર સર્ચ સીઝરની કાર્યવાહી કરવામાં આવેલ અને તેમાં માલ અને
સેવાના સપ્લાય વગર ફક્ત બીલ બનાવવાનું અને માલ અને સેવાના સપ્લાય
વિના ફક્ત બિલ બનાવી તે બીલ પર ટેક્ષ ક્રેડીટ(વેરા શાખ) લેવામાં આવતો
હતો. જેમાં ભાવનગર માંથી સ્ટેટ જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા મોટું કૌભાંડ
શોધી કાઢવામાં આવેલ જે અન્વયે ઉGST Act -2017 Section- 132(1)A Section- 132(1)C
મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ભાવનગરના સોહીલ s/૦ અબ્દુલ કાદર
જાતે- પીરવાણી, ઉંમર વર્ષ-૩૯ રહે. ૩૧, આદમજી નગર, નારી ચોકડી સામે,
વરતેજ, ભાવનગર દ્વારા રૂ. ૬.૭૯ કરોડનુ બીલીંગ કૌભાંડ આચરવામાં આવેલ.
સ્ટેટ જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા મજકુરના ઘરે તથા ઓફીસ ખાતે સર્ચ અને
સીઝરની કાર્યવાહી કરવામાં આવેલ અને મજકુર પોતાની ધરપકડ ટાળવા સારૂ
નાસતો-ફરતો રહેલ.
ઉપરોકત આરોપીએ સરકારશ્રી સાથે ખુબ મોટા પ્રમાણમાં કર ચોરી કરી
સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી તેઓને
ગંભીર ઇજા પહોંચાડી ગંભીર ગુનો કરેલ. ઉપરોકત આરોપી બાબતે
એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.કે.પટેલનાઓને મળેલ બાતમી
આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઈન્સપેક્ટરશ્રી જે.એમ.પટેલ તથા
બી.એચ.કોરોટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી બી.ડી.વાઘેલાનાઓની ટીમ દ્વારા
આરોપી સોહીલ s/૦ અબ્દુલ કાદર જાતે- પીરવાણી, ઉંમર વર્ષ-૩૯ રહે. ૩૧,
આદમજી નગર, નારી ચોકડી સામે, વરતેજ, ભાવનગરની અટક કરી કાયદેસરની
કાર્યવાહી કરી આગળની તપાસ માટે જી.એસ.ટી. વિભાગ અમદાવાદને સોંપેલ