મહુધા નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં રૂપિયા 1.94 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનુ ખાતમુરત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિનાજબાનુ મલેક, ઉપપ્રમુખ શાહિદખાન પઠાણ, નાયદાબાનુ કાજી, ખિજજરખાન પઠાણ, સાકિર મનસૂરી, મહુધા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇર્શાદઅલી મલેક(શકિતભાઇ) સહિત નગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખાતમુહૂર્ત કરવામાં આવેલા કામોમાં (૧)જાહેરાપીર દરગાહની સામે ખુલ્લી જગ્યામાં પેપર બ્લોક નું કામ.
(૨) જાહેરાપીર પાસેથી પસાર થતા કાંસનું નવનીિકરણ, (૩)મનસુરપીર દાદા દરગાહ ની સામે આવેલ ડમ્પીંગ સાઈડની ફરતે કમ્પાઉન્ડ વોલ,
(૪) કોમ્યુનિટી હોલમાં ઇલેક્ટ્રિસિટીનું કામ,
(૫)ડડુસર રોડથી પટેલ વાડી તરફનો સીસી રોડ,
(૬) હનુમાનજી મંદિરથી ભાથીજી મંદિર તરફ જવાનો સીસી રોડ,
(૭)રણછોડજી મંદિરથી મામલતદાર કચેરી તરફ જતો સીસી રોડ,
(૮)રબારી વાસ સામે આવેલ કોમ્યુનિટી હોલનુ નવની કરણ અને પેપર બ્લોક,
(૯)મહુધા ડેરી રોડથી નગરપાલિકા થઈ સિનેમા સુધીનો સીસી રોડ,
(૧૦) નગરપાલિકાની પાસે થિયેટર થી મુવાડી તરફ જવાનું સીસી રોડ,
(૧૧) હનુમાન મંદિરથી ભાથીજી મંદિર તરફ જતા રેલવે ક્રોસિંગ સુધી સીસી રોડ
,(૧૨) રબારી વાસ પાસે બગીચાનું રીનોવેશન નું કામ, (૧૩)વાઘલવાડામાં પીવાના પાણીની લાઈનનું કામ, (૧૪)ડુંગળીફળીમાં પેવરબ્લોકના કામનો સમાવેશ થાય છે. રિપોર્ટ ઇરફાન મલેક