નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે . દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે . પોતાની પ્રથમ દિવાળી નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે . આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે . તેઓ જણાવે છે કે , પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ . જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.