બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલા પેપળું ગામ સાથે વર્ષો જૂનો ઈતિહાસ જોડાયેલો છે. અહીં 750 વર્ષ કરતા પણ વધારે સમયથી બેસતા વર્ષ અને ભાઈ બીજનો મેળો ભરાય છે. પેપળુંનો ઈતિહાસ રાજસ્થાનના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે. દુનિયા ભલે આધુનિક થઈ ગઈ હોય પરંતુ પેપળું ગામના લોકોએ 750 વર્ષ જૂની પરંપરાને આજે પણ સાચવી રાખી છે.

આજે પણ અહીંના લોકો ભારે ઉત્સાહ સાથે મેળાનું આયોજન કરતા હોય છે. નકળંગ ધામ પેપળુંમાં ગુજરાત જ નહી પણ ભારતભરમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.

750 વર્ષ જૂની પરંપરાને આજે પણ સાચવી રાખી છે

ઉલ્લેખનીય છે કે, પેપળું ગામમાં નીસકલંકી નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે. જેને સાત ગામોનું મઠ પણ કહેવામાં આવે છે. બેસતા વર્ષના દિવસથી લઈને ભાઈબીજની રાત્રી સુધી અહીં મેળો યથાવત રહે છે. સમસ્ત ગામના લોકો આ દિવસોમાં પોતાના ઘરે મહેમાનોના સ્વાગત માટે આનંદની લાગણી અનુભવતા હોય છે. પેપળુંના આ મેળાને અશ્વમેળો પણ કહેવામાં આવે છે. બેસતા વર્ષની રાત્રીમાં અશ્વધારીઓ નકળંગ ભગવાનના દર્શન કરવા અને બહેનના કોલ માટે નકળંગ ધામ પેપળુંમાં આવે છે.માહિતી પ્રમાણે પેપળું ગામમાં પરણેલા અને રાઠોડ કુળના વંશજ સોપા બાઈને ચુંદડી ઓઢાડવા માટે મુડેઠા અને નેસડાની અશ્વધારીઓ બહેનનો કોલ નિભાવવા માટે આવે છે. આ પરંપરા છેલ્લા 750 વર્ષથી ચાલી આવે છે. ખાસ વાત એ છે કે, આ પરંપરાને પેપળું અને નેસડા-મુડેઠાના લોકો સાચવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેળા દરેક વ્યક્તિના હાથમાં હથિયારો જોવા મળે છે. અને આજ દીન સુધી કોઈ અઘટીટ ઘટના બની નથી. ઉત્તર ગુજરાતનાં બેસતા વર્ષનો આ સૌથી મોટો મેળો છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.

750 વર્ષથી ધર્મની બહેનનો ચુંદડી આપવાનો કોલ યથાલત

પેપળું ગામમાં બહેન સોપા બાઈને મળવા માટે બખ્તર પહેરીને અશ્વઘારીઓ આવતા હોય છે. પરંપરા અનુસાર આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવે છે. કારણ કે, આ પરંપરા છેલ્લા 750 વર્ષથી કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર સચવાઈ રહી છે. મુડેઠા ગામના લોકો સવા મણ લોખંડનુ બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાના કોલને નીભાવવા માટે આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પરંપરાને સાચવવા માટે આજે પણ લોકો એટલો જ ઉત્સાહ દાખવે છે. ખુબ જ ઉત્સાહ સાથે પેપળું વાસીઓ દ્વારા નેસડા અને મુડેઠાના અશ્વધારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે.

આજ થી 750 વર્ષો પહેલા રાજસ્થાન માં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણનાં રાજવીના રજવાડા ઉપર દિલ્હી નાં બાદશાહે ઈ.સ.1300ની સાલમાં અલાઉદ્દીન ખીલજીનાં લશ્કરે જાલોરના વિરમસિંહ ચૌહાણના રજવાડા ઉપર હુમલો કર્યો તેમના સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતા રાજવી વિરમસિહ ચૌહાણે પોતાની સ્વરૂપવાન કુંવરી નામે સોપા બાઈ એક સાધુ અચળનાથ સાથે આ કુવરી સોપા બાઈને લઈને જંગલમાં જવાનો આદેશ રાજવી વિરમસિંહ ચૌહાણે કર્યો હતો. આ સાધુ મહાત્માએ સોપા બાઈને લઈને ગુજરાતનાં બનાસકાંઠાનાં લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા ફરતા આવ્યા અને અહીંના વાધેલા વંશની રાજવી સાથે તેમના લગ્ન કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકો તે પરંપરાને આજે પણ ખુમારી અને આનંદ સાથે સાચવી રહ્યા છે. બેસતા વર્ષની રાત્રીએ આખું મંદિર સણગારવામાં આવે છે. જેમાં ગામની તમામ યુવાનો જોડાઈ જતા હોય છે. આ દિવસની તૈયારી માટે અગાઉથી આયોજન કરવામાં આવે છે. વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ રાખવાામાં આવતો હોય છે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, આજ સુધી કોઈ પણ પ્રકારની અઘટીત ઘટના બની નથી, કારણ કે લોકોને ભાગવાન નકળંગ પર આસ્થા અને વિશ્વાસ છે. જે વર્ષોથી લોકોની હદયમાં સચાયેલો છે.