ફરજ પરના કર્મચારીઓનો દિવાળી.

જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે દિવાળીનો તહેવાર મનાવતા ફરજપરના કર્મીઓ

જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલમાં ફરજપરનાં કર્મચારીઓ ફરજ સાથે દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે.

દિવાળીનો તહેવાર હોય એટલે સ્વભાવિક છે કે દરેકને પોતાનો પરિવાર અને સ્નેહીજનો સાથે ઊજવણી કરતા જ હોય ઘણી વખત આ સમય કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા પણ હોય છે અને તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ દર્દીઓને પણ એકલું ના લાગે તેમજ પારિવારિક માહોલ મળે તેવા ઉમદા હેતુથી ફરજપરનાં કર્મચારીઓ દ્વારા વોર્ડનાં દરવાજા પર આસોપાલવનાં તોરણ લગાડવામાં આવ્યા હતા અને ખુબજ આકર્ષક રંગોળી બનાવી હોસ્પિટલના વોર્ડને સુશોભિત કરવામાં આવ્યા હતા. ખરેખર આ રીતે કર્મચારીઓ અને દર્દીઓ તેમજ તેમનાં સગા વચ્ચેનો પારિવારિક માહોલ સાથે પણ દિવાળીના તેહવારની ઉજવણી કરવામાં આવી રહી છે.