સુરત શહેરના ઓલપાડ ખાતે સોંસક કોટન મંડળીના પ્રમુખ પદે જયેશ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આગામી વર્ષ ૨૦૨૬ સુધીના પ્રમુખ પદ માટે સોંસક કોટનના બોર્ડ રૂમમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ પટેલ (દેલાડ)નીસોંસક કોટન મંડળી ના પ્રમુખ પદે ખેડૂત આગેવાન જયેશ પટેલ (દેલાડ) ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જયેશ પટેલ સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આગામી વર્ષ ૨૦૨૬ સુધીના પ્રમુખ પદ માટે સોંસક કોટનના બોર્ડ રૂમમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ પટેલ (દેલાડ)નીબિન હરીફ વરણી થઇ છે. જયેશભાઈ ની દરખાસ્ત અજીત મંગુ પટેલે (ભારૂંડી) મૂકી હતી. જેને ટેકો રમેશભાઈ વસવારી એ આપ્યો હતો. હાજર તમામ બોર્ડના સભ્યોએ સર્વાનુમતે જયેશભાઈના નામની દરખાસ્તને મંજુર રાખતા તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે વરાઇ આવ્યા હતા. ઉપપ્રમુખપદે સંદીપસિંહ અભયસિંહ રાઠોડ(રાજનગર) ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સોસક કોટન ૧૦૧ વર્ષથી ખેડૂતો ની સેવામાં કાર્યરત છે. સહકારી ધોરણે દેશની પ્રથમ કપાસ મંડળી છે. મંડળી સાથે પાંચ હજારથી વધારે ખેડૂત સભાસદો જોડાયેલા છે. મંડળી ડાંગર, કપાસ, એરંડા તેમજ ઘઉં જેવા ધાન્ય પાકો ની પુલિંગ કરી સભાસદો ને સારા ભાવો ચૂકવેછે. જયેશ પટેલ(દેલાડ ની નિમણુંકથી સભાસાદોમાંઆનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે. તેઓની નિમણૂક થતા કૃષિ મંત્રી મુકેશ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખ નરેશ પટેલ, વાઈઝ ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, સહકારી સંઘના પ્રમુખ ભીખાકાકા, એપીએમસી ચેરમેન રમણકાકા, પુરુષોત્તમ ફાર્મર્સના મનહર પટેલ, સોંદલાખારા દૂધ મંડળી ના પ્રમુખ વસંત પટેલ સહિતના સહકારી આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.