બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસની બીકથી ફફડી ઉઠેલી મહિલા બુટલેગરે ગોત્રી કબ્રસ્તાનમાં દેશીદારૂ સંતાડ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે.
ગેરકાયદેસર બાંધી દેવામાં આવેલી ઓરડી મામલે નિરીક્ષણ કરતા તેની પાસેથી બિનવારસી પોટલા મળી આવ્યા હતા
તાજેતરમાં વડોદરાના ગોત્રી કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર બાંધકામની તપાસ કરવા સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગા તથા અન્ય પહોંચ્યા હતા. કબ્રસ્તાનની જમીન બાંધકામ નહિ કરવાની શરતે આપવામાં આવી હતી. પરંતુ સ્થળ પર પાકી ઓરડી બનાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. આ ઓરડી પાસે બિનવારસી પોટલાઓ મળી આવ્યા હતા. જેને ખોલતા તેમાંથી દેશીદારૂની પોટલીઓ મળી આવી હતી. પીસીબીએ દેશીદારૂની પોટલી સંદર્ભે મહિલા બુટલેગરની અટકાયત કરી છે.
ગોત્રી તળાવ પાસે ટ્રસ્ટને કબ્રસ્તાન બનાવવા માટે કલેક્ટરે જમીનની ફાળવણી કરી હતી. પરંતુ જમીન પર પાકુ બાંધકામ નહિ કરવાની શરત હતી. આ અંગેની તપાસ કરવા માટે બે દિવસ પહેલા સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગા પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચતા નિતીન દોંગાને સ્થળ પર ગેરકાયદેસર પાકુ બાંધકામ મળી આવ્યું હતુ. નિતીન દોંગા પહોંચ્યાનું જાણ થતા ટ્રસ્ટીઓ સ્થળ પર આવ્યા હતા. અને તેમણે જાણ કરતા સ્થળ પર પોલીસ પણ આવી પહોંચી હતી. ગેરકાયદેસર બાંધી દેવામાં આવેલી ઓરડી મામલે નિરીક્ષણ કરતા તેની પાસેથી બિનવારસી પોટલા મળી આવ્યા હતા. આ પોટલા લાવીને ખોલતા તેમાંથી દેશીદારૂની પોટલીઓ મળી આવી હતી. જે બાદ પોલીસ તપાસની દિશા ફંટાઇ ગઇ હતી. આ મામલો પ્રકાશમાં આવતા પીસીબીની ટીમ એક્ટીવ થઇ ગઇ હતી. આજે પીસીબીને આ મામલે સફળતા મળી છે. પીસીબીએ દેશી દારૂ મુકનાર મહિલા બુટલેગર *તેજલ જતીનભાઇ રાવજીભાઇ પાટણવાડીયા* (ઉ.વ. ૪૫) (રહે. ઠાકોર ફળીયુ, ગોત્રી ગામ, ગોત્રી વડોદરા) ની અટકાયત કરી છે. મહીલા બુટલેગરની પુછપરછ દરમ્યાન આ દેશી દારૂનો જથ્થો બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસના બીકે પોતે આ દારૂનો જથ્થો દરગાહ પાસે બાવળ નીચે છુપાવી દીધો હોવાનું જણાવ્યું હતું.