રાજ્ય સરકાર દ્વારા 200નું સીંગતેલ માત્ર 100 રૂપિયામાં આપવા ગતિવિધિ શરૂ થઈ છે પરંતુ આ લાભ માત્ર જરૂરીયાતમંદ પરિવારોને જ આપવામાં આવનાર છે.
રાજ્યમાં સસ્તું અનાજ મેળવનાર પરિવારોની સંખ્યા 71 લાખ જેટલી છે. આ તમામ 71 લાખ કાર્ડ ધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લીટર સીંગતેલ સસ્તા દરે આપે છે ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સીંગતેલ ની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે તે સીંગતેલ કાર્ડ ધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે આપશે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે.
70 રૂપિયાની સબસિડી વધારીને 97 રૂપિયા કરવામાં આવી છે.
સરકાર અત્યાર સુધી સીંગતેલ 197 રૂપિયે ખરીદે છે જેમાં 180 રૂપિયા સીંગતેલની ખરીદ કિંમત છે જ્યારે 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચા મળી કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સીંગતેલની ખરીદી સરકાર કરે છે ત્યારે સરકાર જરૂરિયાતમંદોને આગામી તહેવારોને અનુલક્ષીને 100 રૂપિયામાં જ એક લિટર સીંગતેલ આપશે તેવો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं