ગુજરાતમાં હવે કોંગ્રેસનું લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને લગભગ કોંગેસીઓએ ભાજપની શાળામાં એડમિશન લઈ લેતા મૂળ ભાજપના નેતાઓમાં પણ વિમાસણ ઉભી થઇ છે કે આતો વિરોધ પક્ષ વાળાઓથીજ પાર્ટી ફૂલ થવા આવી છે,બીજી તરફ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી ક્યારે ગુજરાતમાં ઘુસી ગઈ તે કોઈને ખબરજ ન પડી.

કોંગ્રેસના સૌથી જુના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે.

પાછળના વર્ષોમાં નજર નાખવામાં આવેતો ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા ચુક્યા છે.

રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં અગાઉ મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું હતું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું છે, જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા.
લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં જોડાયા જ્યારે પ્રખર કોંગ્રેસી ગણાતા સાગર રાયકા પણ દિલ્હી જઈ ભાજપમાં જોડાયા હતા ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે વધુ બે પીઢ કોંગીજનો એવા નરેશ રાવલ તથા રાજુ પરમાર ભાજપ માં જોડાવા તલપાપડ બન્યા છે.

આમ,ગુજરાતમાં મૂળ ભાજપ કરતા કોંગ્રેસીઓ થી પક્ષ ફૂલ થઈ જતા વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે અને મતદારો પણ માથું ખંજવાળી રહયા છે કે આ નેતાઓ પણ ગજબના છે ઘડીકમાં જેના વિરૂદ્ધ માં બોલતા હતા ત્યાં ઘુસી ગયા હોવાની ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે.

બીજી તરફ હવે સવાલ એ ઉઠ્યો કે આપ નો મુખ્ય જંગ હવે કોંગ્રેસ સામે કે ભાજપ સામે તે કળવું મુશ્કેલ બન્યું છે.