સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના પલાસા ગામમાં એક ખેતરમાં વિકરાળ આગ લાગી હતી. ટી.સીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 22 વિઘામાં આગ પ્રસળી ગઈ હતી જેથી ખેતરમાં રહેલો પાક ખાખ થઈ ગયો હતો. જેને લઈ ખેડૂતને મોટું નુકસાન થયું છે. આજુબાજુના ખેતરોમાં પણ આગના ચમકારા ઉડ્યા હતા. જેથી તેઓને પણ નુકસાન થયાનું જાણવા મળ્યું છે.મૂળી તાલુકાના પલાસા ગામે ટીસીમાંથી અચાનક પાવરની વધઘટ થતા શોર્ટ સર્કિટ થવાના કારણે ખેતરમાં 22 વીઘા કડબમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. વાડીમાં આગ લાગવાની ઘટના બનતા બાજુના ખેતરવાળાઓએ વાડીના માલિક જેરામભાઈ પોપટભાઈને જાણકારી આપી હતી. જેથી તેઓ તાત્કાલિક વાડીએ દોડી આવ્યા હતા. જોકે, વિકરાળ આગ વાગતા વાડીમાં વાવેલી 22 વિઘાની કડબ બળીને ખાખ થઈ ગઈ હતી.આજુબાજુના ખેતરોમાં પણ આગના ચમકારા ઉડ્યા હોવાનું નાથાભાઈએ જણાવ્યું હતું. જીઇબીની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વીજ તંત્ર પાસે ખેડૂતે પોતાનું વળતર અંગેની માંગણી કરી છે. આ ટીસી તેમના ખેતર વાડીમાં હોવાનું જેરામભાઈ પોપટભાઈએ જણાવ્યું છે. ત્યારે હાલમાં તેમના ખેતરમાં મોટી માત્રામાં નુકસાન થયું છે. ત્યારે પોલીસ ફરિયાદ કરવા પણ તજવીજ હાથ ધરાઇ છે.