શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો . મનપ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો,અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા-ફેરી વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગુન્હાના કામે નાસતા - ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પેરોલ / ફર્લો અને વચગાળાના જામીન ઉપથી છુટી ફરાર થયેલ આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી , જેલ હવાલે કરવા જરૂરી સૂચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની , ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી , તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , જે અન્વયે એસ.ઓ.જી.ટીમે ચોક્કસ બાતમી આધારે તથા ટેક્નિકલ સોર્સ મારફતે જામનગર જિલ્લાનાં ફલ્લા ગામેથી અમરેલી જિલ્લાનાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ એક્ટનાં ગુન્હાના કામે પકડવાની બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી .. ( ૧ ) હુશેનખાન કમલખાન સમૈજા , ઉ.વ -૪૫ , ધંધો મજુરી , હાલ રહે . ફલ્લા , રાજકોટ - જામનગર હાઇવે રોડ ઉપર આવેલ " જય ગોપાલ " હોટલની બાજુમાં , તા.જિ.જામનગર . મુળ રહે.ગાગરીયા , માદી પાસે , તા.રામસર , જિ.બાડમેર , મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન અમરેલી સીટી પો.સ્ટે . પાર્ટ - બી ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩ ૨૨૦૯૨૬/૨૦૨૨ એન , ડી.પી.એસ . એક્ટની કલમ ૮ ( સી ) , ૧૫ ( એ ) , ૧૭ ( એ ) , ૨૧ ( એ ) . ૨૨ ( એ ) , ૨૯ મુજબના ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપીએ તપાસ દરમિયાન કબુલાત આપેલ કે , મજકુર ઈસમને સદરહુ પકડાયેલ માદક પદાર્થ અફીણનો જથ્થો આપવા માટે આવેલ હતો . મજકુર પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પો.સ્ટે . ખાતે સોંપવામાં આવેલ છે . તથા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતીમાન કરવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓની સૂચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની , ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી , તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી સીટી પો.સ્ટે . નાં એન.ડી.પી.એસ.ગુનાનાં કામે પકડવાની બાકી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.