સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગામોની ખરીદી મોટાભાગે સિહોરમાં જ થતી હોય આ વખતે દિવાળીના તહેવારો નજીક આવ્યા હોવા છતાં કેટલાક વિસ્તારોમાં હજુ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો નથી. અહીંની બજારો ગ્રામ્ય ક્ષેત્ર ઉપર જ આધારિત છે અને ગામડાઓના લોકો ખેતી, પશુપાલનને વધુ પસંદ કર્યું છે. જો વરસાદ સારો થાય તો ખેતી પશુપાલન વિકસે જેના લીધે દિવાળી સમય સિહોરની બજારો પણ ધમધમી ઉઠે વૈશ્વિક મહામારી કોરોના થપાટ પછી સિહોરની કેટલીક બજારોમાં મંદીભર્યો માહોલ છે. અહીં વધારે પ્રમાણમાં ગામડાઓના લોકો આવતા હોવાથી સવારથી બપોર સુધી બજારોમાં અવર-જવર રહે છે. જેથી દિવાળી જેવું કાંઇક દેખાય છે. પરંતુ બપોર થતાં જ બજારોમાંથી ચાર પૈડાંવાળી ગાડી આરામથી પસાર થઇ શકે છે. સ્વાભાવિક રીતે દિવાળીથી એક પખવાડિયાના સમય પહેલાં જ ઘરાકી રહે છે. દિવાળીના દિવસોમાં કપડાં, બૂટ, ચંપલ, દીવા, મુખવાસ, ઘર સજાવટની વસ્તુઓ સહિતના દરેક નાના-મોટા વેપારીઓ રોજી-રોટી મેળવતા હોય છે. તોરણ, ઇલેકટ્રીક ઉપકરણો જેવી સજાવટોથી દુકાનોમાં દિવાળીનો માહોલ લાગ્યો, પરંતુ ગ્રાહકો સાવ નહિવત દેખાયા હતા