વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સાતમા રાષ્ટ્રીય આયુર્વેદિક ની ઉજવણી નિમિત્તે ધન્વંતરિ પૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ધન તેરસ ના દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર પ્રેરિત નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જી - બનાસકાંઠા દ્વારા હોસ્પિટલ ખાતે "હર દિન હર ઘર આયુર્વેદ" થીમ હેઠળ સાતમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી નિમિત્તે " ધનવંતરી પૂજન" તેમજ "આયુષ પ્રદર્શની" નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાયત્રી પરિવાર, વડગામ શાખા દ્વારા ગાયત્રી હવન તેમજ ધન્વંતરિ પૂજન કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ, ગાયત્રી પરિવાર ( વડગામ શાખા)ના સભ્યો, સમાજ ના અગ્રણીઓ તેમજ આયુર્વેદ પ્રેમી લોકો હાજરી રહી કાર્યક્રમ સફળ સફળ બનાવ્યો.