અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ છતાં ગુના નિવારણ શાખા(પીસીબી) પી.આઈ.તરલકુમાર ભટ્ટના આંખ આડા કાન
બુટલેગર વહીવટદાર ની આંગળીઓ ઘી માં
એક વેચવાની પરમિશન આપે તો બીજો હપ્તો (હિસ્સો) આપી જાહેર માં વેચાણ માટે રાજા બની જાય છે,
પુલિસ નેતા મંત્રી દ્વારા ફકત ભાષણ જાહેરાત વાયદા એ પણ દેખાવા માટે ( હાથી ના દાત દેખાવા માટે અલગ ખાવાના અલગ)
પોલીસ દ્વારા તો સોશ્યલ મીડિયા ઉપર મોટી મોટી જાહેરાત સાથે પોસ્ટ કરવા માં આવે છે પણ નિયમ નું પાલન કરવું ના આવે, નિયમ તોડનાર પોતે પોલીસ છે એમાં બીજાનુ શું વાંક.❓
અમદાવાદ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનોના અધિકારીઓની બદલીઓમાં ગુના નિવારણ શાખા(પીસીબી) ના પી.આઈ.તરલકુમાર ભટ્ટીની ભૂંડિ ભૂમિકા
અમદાવાદ શહેરમાં ચાલતા દારૂ-જૂગારના અડ્ડાઓ ગાંધીનગર વિઝિલેન્સને નજરે પડતાં હોય તો અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા(પીસીબી) ને દેખાતા કેમ નથી❓
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે તે દેખીતી બાબત છે,જેમાં માત્ર અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધોકાર ચાલી રહ્યા છે અને તેમાં કોઈ કહેવાનો કોઈ અતિરેક નથી કે આ અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલી રહ્યા છે.આજે ઉપર થી તળિયા સુધી ચોમેર ભ્રષ્ટ્રાચારનો માહોલ છે તો પોલીસ શા માટે બાકાત રહે અને કેટલીક પોલીસ આ દારુના અડ્ડાઓ ઉપર વધુ પડતી મહેરબાન હોવાથી અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં દારુની બદી ધુમ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી તેમજ પ્રજામાં ચાલતી ચર્ચા મુજબ અમદાવાદ શહેરમાં દારુના અડ્ડાઓનો ધમધમાટ જે તે સ્થાનિક પોલીસની સીધી સંડોવણીથી થઈ રહ્યો છે ❓