પાવીજેતપુર પંથકમાં આદિવાસી સમાજમાં લાઈટોની સિરીઝના યુગમાં પણ માટીના દીવડા તેમજ ઘોડાનું આગવું મહત્વ હોય જેથી કુંભારો માટીના દીવડા તેમજ ઘોડા વેચતા નજરે પડ્યા હતા.
વર્તમાન સમયમાં જાતજાત અને ભાતભાતની કલરની લાઈટોની સીરીજો મળતી હોય લોકો પોતાના ઘરોને લાઇટોની સિરીઝથી શણગારી દેતા હોય છે. રાત્રિના સમયે જોઈએ તો આખું ગામ રંગબેરંગી લાઈટોની સિરીઝથી રંગાયેલું હોય તેમ નજરે પડે છે. ત્યારે લાઇટોની સીરીજોના યુગમાં આદિવાસી સમાજમાં આજે પણ માટીના દીવડા અને ઘોડાનું એક આગવું મહત્વ હોય આદિવાસી સમાજમાં આ દિવાળી પર્વને ઉજવવા માટે માટીના દીવડા અવશ્ય સળગાવવા પડે છે. તેમજ માટીના ઘોળા એ આદિવાસી સમાજના દેવગણાતા હોય તેથી તેઓ તેની વિધિવત પૂજા કરતા હોય છે તેથી આ લાઈટોની સીરીઝના યુગમાં પણ પાવીજેતપુર બજારમાં માટીના દીવડા તેમજ ઘોડા વેચાતા નજરે પડતા હતા. આદિવાસીઓ શ્રદ્ધાપૂર્વક માટીના દીવડા તેમજ દેવ સમાજ માટીના ઘોડાને લઈ જતા નજરે પડતા હતા. છેલ્લા બે દિવસ બજારમાં ઘરાકી દેખાતા વેપારીઓમાં પણ આનંદ જોવા મળતો હતો.