કેબિનેટ મંત્રીના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું

 

     મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ તાલુકાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ગ્રાન્ટમાંથી પીવાના પાણીના ટેન્કરનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

    તાલુકાના ગોકળપુરા. દોલપુરા.દાજીપુરા. અરેરી.રોહિસ્સા. રીંછોલ. કોઠીપુરા. રતનપુર.અને જીભઈપુરા.જેવા ગામોમાં પીવાના પાણીની ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું

    દરેક ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો ઉપસ્થિત રહીને કેબિનેટ મંત્રીના હસ્તે વિતરણ કરાયું

   કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા પંચાયત સભ્ય નટવરસિંહ ચૌહાણ સંગઠનના હોદ્દેદારો સરપંચો સભ્ય ઉપસ્થિત રહ્યા હતા