આજથી દ્પાવલિ પર્વમાળાનો મંગલમય પ્રારંભ થશે અને આ સાથે જ દિવાળી રજા અને મજાનો માહૌલ રવિવારથી જામવા લાગશે. આ વર્ષે ગ્રહણ ટાણે ધોકો છે અને તદઉપરાંત અગિયારસ, નૂતન વર્ષ અને લાભપાંચમનો ક્ષય હોય આ તહેવારો બીજા દિવસની સાથે એક સાથે ઉજવાશે. નૂતન વર્ષના દિવસે જ ભારતભરતમાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું હોય મંદિરોના દ્વાર બંધ રહેશે અને તે કારણે ઈશ્વરના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ તા.26ઓક્ટોબર બુધવારથી થશે. આવતીકાલે વાઘબારસથી ભાઈબીજ સુધી સૌરાષ્ટ્માં ઘરનું આંગણુ શણગારી,રોશનીના ઝગમગાટ સાથે રંગોળી કરીને દિવડાં પ્રગટાવાતા રહ્યા છે. આ પૂર્વે આજે દિવાળી સફાઈ અને પર્વલક્ષી ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સ્કૂલ-કોલેજોમાં વેકેશન જાહેર કરી દેવાયું છે સરકારી કચેરીઓમાં આમ તો રવિવારથી રજા છે પરંતુ, તા. 22ના બીજો શનિવાર હોય આગળ. પાછળની રજાનો લાભ મળી ગયો છે.