આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે અમદાવાદ જિલ્લાના ૨૩ અમૃત સરોવર ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે
અમદાવાદ જિલ્લામાં સાણંદના ૩, બાવળાના ૩, દશ્ક્રોઇના ૪, માંડલના ૩, વિરમગામના ૩, દેત્રોજ-રામપુરાના ૩, ધોળકાના ૩, ધંધુકાન ૧ ગામે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદન થશે
અમદાવાદ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૫ મી ઓગષ્ટ-સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના ૨૩ અમૃત સરોવર ખાતે ઘ્વજવંદનના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. ૨૩ અમૃત સરોવર પૈકી ૧૬ સિંચાઇ વિભાગ સ્ટેટ હેઠળ અને ૦૭ સિંચાઇ વિભાગ પંચાયત હેઠળ નિર્માણ પામેલા અમૃત સરોવર છે, એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ઇલાબેન ચૌહાણ એ જણાવ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ઇલાબેન એસ.ચૌહાણ એ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં કુલ ૭૯ અમૃત સરોવરોનુ નિર્માણ કરવામા આવ્યુ છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ જિલ્લાના ૭૯ પૈકીના ૨૩ અમૃત સરોવર ખાતે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઘ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ૨૩ અમૃત સરોવરમાં સાણંદના ૩, બાવળાના ૩, દશ્ક્રોઇના ૪, માંડલના ૩, વિરમગામના ૩, દેત્રોજ-રામપુરાના ૩, ધોળકાના ૩, ધંધુકાન ૧ ની પસંદગી કરવામાં આવી છે. સાણંદ તાલુકાના પીંપણ, ગીબપુરા, ઇયાવા ગામ, બાવળા તાલુકાના કેશરડી, દહેગામડા, શિયાળ ગામ, દશ્ક્રોઇ તાલુકાના નાઝ, બડોદરા, ઉંદ્રેલ, લીલાપુર ગામ, માંડલ તાલુકાના નાયકપુર, નાના ઉભાડા, ઢેઢાસણા ગામ, દેત્રોજ-રામપુરા તાલુકાના કુકવાવ અને ગુંજાલા ગામના બે તળાવ, ધોળકા તાલુકાના નાનીબોરૂ, વાલથેરા, ખાનપુર ગામે તથા ધંધુકા તાલુકાના ધોળી ગામ ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
આ અમૃત સરોવરોની આસપાસ વૃક્ષારોપણ, બેસવા માટે બાંકડા અને અન્ય સુવિઘાઓ લોકભાગીદારીથી ઉભી કરવામાં આવશે. ઘ્વજવંદનના કાર્યક્રમોમાં સ્વાતંત્ર્યવીર કે તેમના પરિવારજનો, તમામ ગ્રામજનો આગેવાનો સહભાગી બને તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે.