સુરત શહેરમાં ચૂંટણી અધિકારીએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
એંકર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. સુરત સર્કીટ હાઉસ ખાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમાર, પ્રિન્સિપાલ સેક્રેટરી એસ. બી. જોશી, ડાયરેક્ટર (એક્સપેન્ડીચર) પંકજ શ્રીવાસ્તવ, વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાંઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેક્ટરઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઈ હતી. કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. તેમજ સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં 47, 39, 201 મતદારો તથા 4, 623 પોલિંગ સ્ટેશન, નવસારી જિલ્લામાં ચાર વિધાનસભા વિસ્તારમાં 10, 78, 260 મતદારો તથા 1147 પોલીંગ સ્ટેશન, વલસાડ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તારમાં 23, 26, 592 મતદારો તથા 1, 392 પોલિંગ સ્ટેશન, નર્મદા જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં 4, 57, 703 મતદારો તથા 624 પોલીંગ સ્ટેશન, તાપી જિલ્લામાં 2 વિધાનસભા વિસ્તારમાં 5, 05, 481 તથા 605 પોલીંગ સ્ટેશન તેમજ ડાંગની એક વિધાનસભા વિસ્તારમાં 1, 93, 298 મતદારો તથા 335 પોલીંગ સ્ટેશનો છે. આમ છ જિલ્લાઓની 29 વિધાનસભા વિસ્તારમાં 93, 00, 535 મતદારો 8726 પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. મહિલાઓ અને દિવ્યાંગો માટે અલયદા બોથ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.