મહેમદાવાદ તાલુકા ના દિવ્યાંગ બાળકો માટે દિવાળીનો સ્નેહમિલન ઉમંગ કાર્યક્રમ ઉજવાયો....

 આજરોજ બી.આર.સી.ભવન વાંઠવાળી ખાતે તાલુકા ની જુદી જુદી શાળાઓના દિવ્યાંગ બાળકો ને દાતાશ્રીઓ ની મદદથી

કપડાં, મીઠાઈ, ફરસાણ, ગિફ્ટ નુ વિતરણ 110 બાળકો ને કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના જુદી શાળાના શિક્ષકો દ્વારા દાન આપવામાં આવ્યું હતું જે કુલ રકમ રૂપિયા 125000 જેટલી થઈ હતી જેમાંથી એક બાળક ને અંદાજિત રૂ 1000 ની કીટ આપવામાં આવી હતી.

  કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ દિવાળી કાર્ડ કોડિયા અને ખાદીનો રૂમાલ આપવામાં આવ્યો હતો

 પહાડિયા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમ ૧૧ હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું જેમને આવતા વર્ષ માટે એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી તેમજ આ દિવ્યાંગ બાળકોને દાતાઓના સહયોગથી વિમાન પ્રવાસ કરાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેનું આયોજન શરૂ થઈ ગયું છે. આમ સાચા અર્થમાં સમગ્ર કાર્યક્રમ બાળકોની ખુશી અને ઉલ્લાસથી કરવામાં આવ્યો હતો

  કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના શિક્ષણ વિભાગ ના અધિકારીઓ સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી શ્રી તેમજ દાતાશ્રીઓ, મહેમાનશ્રીઓ વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

 સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બી.આર.સી.ભવન પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું