હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન કરાયેલ સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ HTT-40નું પણ વડાપ્રધાનશ્રીએ અનાવરણ કર્યું*
*‘ગુજરાત પેવેલિયન’ની મુલાકાત લઈ ગુજરાત સ્થિત સંરક્ષણ ઉત્પાદનો અને કોમ્પોનન્ટ્સ બનાવતી કંપનીઓ અને આન્ત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહિત કરતા વડાપ્રધાનશ્રી*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ‘પાથ ઓફ પ્રાઈડ’ થીમ આધારિત એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું ઉદ્ઘાટન કર્યા બાદ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભારતના ફ્લેગશીપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. અહીં વડાપ્રધાનશ્રીએ ‘આત્મનિર્ભર ભારત’ને સાકાર કરતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી ભરપૂર એવા ‘ઇન્ડિયા પેવેલિયન’ને ખૂલ્લું મૂકીને પ્રદર્શનમાં મુકાયેલા આકર્ષક અને મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોને ખૂબ જ રસપૂર્વક નિહાળ્યા હતા. આ તકે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન કરાયેલ સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ HTT-40નું પણ વડાપ્રધાનશ્રીએ અનાવરણ કર્યું હતું. આ એરક્રાફ્ટ આધુનિક પ્રણાલીઓથી સજ્જ છે અને તેને પાઇલોટ ફ્રેન્ડલી ફીચર્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ વડાપ્રધાનશ્રીએ 'ગુજરાત પેવેલિયન'ની મુલાકાત પણ લીધી હતી. જ્યાં ગુજરાત સ્થિત ડિફેન્સ સંબંધિત ઉત્પાદનો બનાવતી કંપનીઓ અને આંન્ત્રપ્રિન્યોર દ્વારા બનાવવામાં આવતા સંરક્ષણ સાધનો અને તેના માટે આ સાધનોની બનાવટમાં વપરાતા કમ્પોનન્ટ્સ નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.