વારાહી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીયોની ટિકિટ માટેની ખેંચતાણ વધી ગઈ છે. રાધનપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના બે ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર દાવો કરી રહ્યા છે. બંને નેતાઓ પાટણના વારાહી ખાતે એક મંચ પર એક સાથે જોવા મળ્યા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લિવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. તેમ છતાં લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને બહુ ભાવ આપ્યો ન હતો. સ્ટેજ પર ભાષણ કરી રહેલા લવિંગજીને પોતાના નામની જાહેરાત કરવા માટે અલ્પેશ ઠાકોરે અનેક ઈશારા કર્યા હતા જો કે લવિંગજીએ તેની સતત અવગણના કરતા અલ્પેશ ઠાકોર લાચાર પડ્યા હતા. 

રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. બંને ઠાકોર નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેવું માનવામાં આવતું હતું પણ લવિંગજી ઠાકોરે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી અલ્પેશ ઠાકોરની અવગણના કરવાનું ચાલું જ રાખ્યું હોય તેવું સ્ટેજ પર સ્પષ્ટ જોવા મળ્યું હતું.