સિહોર ની સરકારી શાળા કેપી કંસારા ના બે શિક્ષકો લીલાબેન વાલોદ્રા અને જ્યોતિબેન મહેતા નું વયમર્યાદાથી નિવૃત્તિ વિદાયમાં નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેનું દીપ પ્રાગટ્ય માનમંદિરના સંત શ્રી ભક્તિ બાપુ દ્વારા કરવામાં આવેલ તેમની સાથે તાલુકા શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન તેમજ તાલુકા સંઘ પ્રમુખ હિપાભાઈ ડાંગર, સી.આર.સી.ઝાલાભાઈ, શાળાના આચાર્ય તારીફ ભાઈ અને શિક્ષક સ્ટાફ દ્વારા દિપપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક આશાબેન લુખી દ્વારા કરવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિ રજૂ કરવામાં આવેલ. શાળાની વિદ્યાર્થીની ભાર્ગવી બા દ્વારા નિવૃત્ત થતા બંને શિક્ષકોને શુભેચ્છાઓ આપેલ કાર્યક્રમ અંતે શાળાના શિક્ષક બળદેવભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ આ પ્રસંગે માનવ મંદિરના ભક્તિ બાપુએ પ્રાસંગિક પ્રવચન આપી નિવૃત્ત થતા જ્યોતિબેન મહેતા અને લીલાબેન ને ખુબ શુભેચ્છાઓ આપેલ માનવ મંદિરનો પરિચય બળવંત મહેતા દ્વારા આપવામાં આવેલ શાળા પરિવાર દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ નિવૃત્ત થતા બંને શિક્ષકોએ શાળાને 22 હજાર રૂપિયા ભેટ આપેલ. શાળા ને જરૂર હોય ત્યારે સેવા આપવા ની ખાત્રી આપેલ. શાળામાંથી એક સાથે બે શિક્ષકો નિવૃત્ત થતા વિદ્યાર્થીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી.આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક શ્રી ભારતીબેન દ્વારા ખુબ સરસ રજૂઆત કરી બાળકોમાં આનંદની લહેર ફેલાવી હતી આ વિદાય સમારંભમાં બીજી શાળાના શિક્ષક ભાવનાબેન, હિનાબેન અને યોગીનીબેન ખાસ ઉપસ્થિત હતા

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.