પાવીજેતપુરના મોટીરાસલી પાસે રાત્રિના રેતીના ડમ્પર ને બચાવવા જતા મોટી ટ્રક એક ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા ટ્રકના ડાલાને મોટું નુકસાન થયું હતું તેમજ ડ્રાઇવર કંડકટર નો આબાદ બચાવ થયો હતો.
પાવીજેતપુર તાલુકામાં રેતીની લીઝો ઉપર રેતી ભરવા આવતા ડમ્પર ના ડ્રાઈવરો માટેલા સાંઢની જેમ ગાડીઓ ચલાવતા હોય ગત મોડી રાત્રી ના રોજ રેતી ભરીને જતા ડમ્પરના ડ્રાઈવરે બેફિકરાઈથી ચલાવતા મધ્યપ્રદેશના મનાવરથી નીકળી સિમેન્ટનો કાચો માલ ભરીને બાલાસિનોર ના સેવાલિયા ગામે જતી ટ્રકને સામે ડમ્પરના ડ્રાયવરને નાખતા ૨૨ પૈંડા ની મોટી ટ્રક ડમ્પરને બચાવવા જતા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી સદ નસીબે ડ્રાઇવર કંડકટર અંદરથી કૂદી જતા બચાવ થયો હતો જ્યારે ડ્રાઇવરના માથાના ભાગે નુકસાન થવા પામ્યું હતું.
આમ, પાવીજેતપુર નજીક મોટી રાસલી પાસે રાત્રિના મોટી ટ્રક વૃક્ષ સાથે અથડાતા ડ્રાઇવર કંડકટર નો આબાદ બચાવ થયો હતો.