ઇડર તાલુકાના સાપાવાડા APMC માર્કેટ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમમા દેશના પ્રધાન સેવક એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી ની વર્ચ્યુઅલ/પ્રેરક ઉપસ્થિત અને લાભાર્થી સાથેના સંવાદ ના કાર્યક્રમ નું આયોજન ઇડર તાલુકાના સાપાવાડા APMC માર્કેટ ખાતે માનનીય રમણલાલ વોરા સાહેબ શ્રી ( પૂર્વ અધ્યક્ષ ગુજરાત વિધાનસભા), તાલુકા પંચાયત પ્રમુખશ્રી હર્ષાબેન , શ્રી શંકરભાઇ બેગડીયા(આરોગ્ય સમિતિ ચેરમેન , સાબરકાંઠા) , તથા તાલુકા ઉપપ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ અને અન્ય જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તથા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ હાજરી આપેલ..

ઇડર તાલુકાના ગામોમાંથી આયુષ્યમાન ભારત કાર્ડ ના આશરે 2000 કરતાં વધારે લાભાર્થીઓ હાજર રહેલ. જેમાંથી 5 લાભાર્થીને પ્રતીકાત્મક રીતે કાર્ડ વિતરણ કરવામાં આવેલ અને આયુષ્યમાન કાર્ડ નો વૈદ્યકીય લાભ લીધેલ 4 લાભાર્થીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવો કાર્યક્રમમાં આપ્યા. 

આ સમગ્ર કાર્યકમ નું આયોજન તાલુકા વહીવટી તંત્ર ના સહયોગથી તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.જી.પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.ધ્રુવ પટેલ નોડલ અધિકારી દ્રારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ
રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા