સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસમાં ભયાવહ આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. બસમાં લાગેલી આ ભયાવહ આગની ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. વધુમાં આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી ત્યારે આ ગોઝારો બનાવ બન્યો હતો. બસમાં શોર્ટસર્કિટ સર્જાતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અવારનવાર સીએનજી વાહનોમાં ભયાવહ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને ક્યારેક આવી ગોઝારી ઘટનામાં મોટે પાયે જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસમાં ભયાવહ આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી.બસમાં લાગેલી આ ભયાવહ આગની ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. વધુમાં આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી ત્યારે આ ગોઝારો બનાવ બન્યો હતો. પળવારમાં જ એસટી બસ બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે હાઇવે પર મુસાફરો સાથેની બસમાં લાગેલી આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ સંપૂર્ણપણે એસટી બસ સળગી ગઈ હતી, પરંતુ સદભાગ્યે આ ભયાવહ આગની ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો.