ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક અધિકારીને ACB પોલીસે લાંચ લેતા ઝડપી લીધા હતા. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર પીએમઈજીપી યોજના અંતર્ગત ૧૦ લાખની લોન મંજૂર કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વર્ગ 3 ના કર્મચારીઓ લાંચ માંગી હતી બોટાદ એસીબીએ કચેરીમાં જ મદદનીશ સહકારી અધિકારીને રંગેહાથ પકડી પાડ્યો. પીએમઈજીપી યોજના અંતર્ગત લોન મંજૂર કરવા પેટે ૧૯ હજારની લાંચ લેતાં ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો મદદનીશ સહકારી અધિકારી બોટાદ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એક જાગૃત નાગરિકે પ્રાઈમ મિનિસ્ટર PMEGP યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની લોન મેળવવા માટેની અરજી કરી હતી.જે લોનની અરજી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર ખાતે પેન્ડીંગ હતી. દરમિયાનમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાને ભાવનગર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે લાંચની માંગણી થતી હોવાની ખાનગી માહિતી મળી હતી. તેવામાં ઉક્ત જાગૃત નાગરિક એવા ફરિયાદીનો સહકાર મેળવી તેમની લોનની અરજી મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવતી હોવાની વિગત મેળવી હતી. જેમાં જાગૃત નાગરિકે તેમની લોન મંજૂર કરવા પેટે રૂ.૧૯ હજાર લાંચ પેટે માંગવામા આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે શહેરના વિદ્યાનગર ખાતે આવેલાં ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન આજે સાંજના સુમારે ટીમ વૉચમાં હતી. તે દરમિયાન ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી (વર્ગ-૩) પદે ફરજ બજાવતાં પાલજી ધુડા મારૂ ઉક્ત લોન મંજૂર કરવા બદલ કચેરીના પટાંગણમાં જ ફરિયાદી જાગૃત નાગરિક પાસેથી માંગેલી રૂ.૧૯ હજારની લાંચ લેતાં બોટાદ લાંચ રૂશ્વત વિરોધી વિભાગની ટીમના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે લાંચીયા કર્મચારી પાસેથી લાંચ પેટે લેવાયેલી રોકડ સાથે તેને ઝડપી તેની વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ તથા રાજ્યસેવક તરીકેના હોદાના દુરૂપયોગની કલમ અન્વયે કાર્યવાહી કરી હતી. સરકારી અમલદારોની એક લોબીમાં રીતસર ફફડાટ મચી ગયો છે.બોટાદ એસીબીનાં સુપરવિઝન અધિકારી -બી.એલ.દેસાઈ ઈ.ચા મદદનીશ નિયામક,એસીબીપોલીસ ઈન્સપેકટર,આર.ડી.સગર એ ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं